આઇસીસી અંડર-19 વિશ્વકપની ક્વાર્ટર ફાઈનલમાં આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો રમાશે. જેમાં ભારતીય કેપ્ટન યશ ધુલ સહિતના પાંચ ખેલાડીઓ કોરોના મુક્ત થઈને ટીમની સાથે જોડાઈ ચૂક્યા છે અને તેઓ ક્વાર્ટર ફાઈનલમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.આમ આ ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમનું સુકાન સંભાળનારા નિશાંત સંધુનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે અને તે નિર્ણાયક તબક્કો ગુમાવશે તે લગભગ નક્કી મનાઈ રહ્યું છે. ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30થી મેચનો પ્રારંભ થશે.આમ વિશ્વકપમાં ભારતે તેની ત્રણેય મેચો જીતીને ગ્રૂપબીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતુ,જ્યારે બાંગ્લાદેશનો પ્રથમ મેચમાં ઈગ્લેન્ડ સામે સાત વિકેટથી પરાજય થયો હતો.ત્યારબાદ બાંગ્લાદેશે કેનેડાને 8 વિકેટથી અને યુએઈને 9 વિકેટથી હરાવતા અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતુ.ભારત ચાર વખત અંડર-19 વિશ્વકપ જીતી ચૂક્યું છે.ભારતે વર્ષ 2018માં ન્યુઝીલેન્ડમાં રમાયેલો અંડર-19 વિશ્વકપ જીતી લીધો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved