લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં એન્ડરસન ટોપ-5માં જ્યારે અશ્વિન બીજા ક્રમે યથાવત

ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને આઈસીસી ટેસ્ટ રેન્કિંગના ટોપ-5માં સ્થાન મેળવ્યું છે. 39 વર્ષીય એન્ડરસને ત્રીજી એશિઝ ટેસ્ટમાં 4 વિકેટ ઝડપતા તેને 3 સ્થાનનો ફાયદો થતા તે પાંચમા ક્રમે પહોંચ્યો છે.જ્યારે ઓસ્ટ્રેલિયાનો કમિન્સ પ્રથમ અને ભારતનો અશ્વિન બીજા ક્રમે છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર સ્કોટ બોલેન્ડે 74માં સ્થાન સાથે રેન્કિંગમાં ડેબ્યૂ કર્યું છે. જેણે બીજી ઈનિંગ્સમાં 6 વિકેટ ઝડપી હતી.જ્યારે બીજીતરફ બેટિંગ રેન્કિંગમાં વિલિયમ્સન ત્રીજા ક્રમે પહોંચ્યો. જ્યારે સ્મિથ ચોથા ક્રમે છે,લબુશેન પ્રથમ અને રૂટ બીજા ક્રમે છે. ભારતનો રોહિત શર્મા પાંચમા જ્યારે વિરાટ કોહલી સાતમા ક્રમે છે. આમ ઓલરાઉન્ડર રેન્કિંગમા સ્ટાર્ક પાંચમા અને સ્ટોક્સ છઠ્ઠા ક્રમે છે.