લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇ.સી.સી પ્લેયર ઓફ ધ મન્થ માટે ખેલાડીઓ નોમિનેટ થયા

દક્ષિણ આફ્રિકાની સીનિયર ટીમના બે ક્રિકેટર્સ કીગન પીટરસન અને અંડર-19 વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ સીરિઝ રહેનાર ડીવાલ્ડ બ્રેવિસ તેમજ બાંગ્લાદેશના ઈબાદત હુસૈનને આઈસીસીના પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.જાન્યુઆરીમાં આ ત્રણેય ખેલાડીઓએ ઉમદા પ્રદર્શન કર્યું હોવાથી નોમિનેટ થયા છે. આ સિવાય કીગન પીટરસને ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર દેખાવ કરતા 244 રન કર્યા હતા અને પ્રોટીઝ ટીમને ટેસ્ટ સિરીઝમાં 2-1થી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી,જ્યારે બ્રેવિસે તાજેતરમાં સંપન્ન થયેલા અંડર 19 વિશ્વકપની 6 ઈનિંગમાં 84.33ની એવરેજથી 506 રન ફટકાર્યા હતા આ ઉપરાંતે તેણે 7 વિકેટ પણ ઝડપી હતી.બ્રેવિસે વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી અંડર 19 વિશ્વકપમાં 2 સદી તેમજ 3 અડધી સદી ફટકારી હતી.બાંગ્લાદેશના ઝડપી બોલર ઈબાદત હુસૈને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી 2 ટેસ્ટમાં 29.33ની એવરેજથી 9 વિકેટ ઝડપી હતી.આઈસીસીએ વિમેન્સ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ શ્રીલંકાની ચમારી અટ્ટાપટ્ટુ,વિન્ડિઝની ડેન્ડ્રા ડોટ્ટિન અને ઈંગ્લેન્ડની હીધર નાઈટને નોમિનેટ કરી છે.