લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હૈદરાબાદમા ડ્રોનથી વેકસીન ડીલીવરી કરવામા આવશે

દેશમાં નવી ડ્રોન નીતિ અમલી બન્યા બાદ તેલંગાણા રાજ્ય દ્વારા ડ્રોનથી વેકસીનની ડિલીવરીનો પાઈલોટ પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રકારે ડ્રોન ડીલીવરીમાં તેલંગાણા પ્રથમ રાજય બનશે. મેડીસીન ફોર ધ સ્કાઈ પ્રોજેકટ અંગે રાજયના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું કે હૈદરાબાદથી તા.10 ઓકટો સુધી ડ્રોનથી વેકસીન અને દવા પહોંચાડવાઓની ટ્રાયલ રન થશે. પ્રારંભમાં ડ્રોન વિઝબુલ લાઈન નજરે થઈ શકાય તેવી રીતે 500-700 મીટરની ઉંચાઈએ ઉડશે. ત્યારબાદમાં તેનાથી ઉપર 9-10 કિમીના ક્ષેત્રમાં ઉડશે તથા વેકસીન અને અન્ય દવાઓ પહોચાડશે.