લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / હોમલોન સિવાયના ધિરાણમાં નોંધપાત્ર ઘટાડો કરાયો

કોરોના મહામારીએ લોકોને ઘરનું મહત્વ સમજાવ્યું છે.ત્યાઆરઇ બીજીબાજુ રાજય સરકાર દ્વારા વ્યાજદર પર બેંકો દ્વારા હોમલોન આપવામાં આવતા અને સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડાને લીધે મકાનો ખરીદવામાં રસ વધ્યો છે.જેને કારણે માર્ચ કવાર્ટરમાં હોમ લોનની માંગમાં 76 ટકા જેટલો વધારો થયો છે,જ્યારે ઓટો કંજયુમર અને પર્સનલ લોનની માંગમાં ઘટાડો થયો છે.આમ વર્ષ 2021ના ચોથા નાણાકીય કવાર્ટરમાં હોમ લોનમાં 76 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે,જયારે ઓટો લોનની માંગમાં 28.3 ટકા ઘટાડો થયો છે.આમ સસ્તા વ્યાજદર પર સહેલાઈથી લોન મેળવી મોટાભાગની બેંકો 6.65 ટકાથી લઈને 7.25 ટકા સુધીની લોન આપી રહ્યા છે.તેનાથી લોકો પર ઈએમઆઈનો બોજ ઓછો થયો છે.આમ આ તકનો લાભ લઈ લોકો જલ્દીથી ઘર ખરીદી રહ્યા છે.