હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં પથરાયેલ હોઈ સાબરકાંઠા,મહેસાણા અને બનાસકાંઠાના છાત્રોને પાટણ સુધી લાંબુ ન થવું પડે તે માટે વડાલી ખાતે નવીન કેમ્પસ કાર્યરત કરવા 85 લાખના ખર્ચે બાંધકામ શરૂ કરાયું છે.ત્યારે આ કેમ્પસ વિસ્તારના છાત્રોની જરૂરીયાત મુજબ નવીન કોર્ષ અને છાત્રોને સેવાઓ મળી રહે તે માટે બેઠક મળી હતી.જેમાં આયોજન બનાવી સરકાર સમક્ષ મૂકી અભિપ્રાય અને મંજૂરી બાદ સત્વરે શરૂ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવશે.આમ નવીન ઓર્ગોનિક ખેત પેદાશો ઉતપન્ન થાય અને સમાજના લોકો ઓર્ગોનિક ફાર્મિંગ તરફ વળે તેવા ઉમદા આશ્રયથી ઉચ્ચ કક્ષાના ઓર્ગોનિક ખેતીના વિષયોમાં સંશોધન થાય તે માટે યુનિ વડાલી કેમ્પસમાં અદ્યતન સુવિધાઓવાળું રૂ.6.54 કરોડના ખર્ચે ઓર્ગોનિક ફાર્મિંગ સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved