લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હિમાચલમાં કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રીના પત્નીને પ્રદેશ પ્રમુખ બનાવ્યા

હિમાચલ પ્રદેશમાં આગામી સમયમાં ગુજરાતની સાથે ચૂંટણી આવી રહી છે તે પૂર્વે કોંગ્રેસે આ રાજ્યોમાં સતત છ વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ ધરાવનાર સ્વ.વીરભદ્રસિંહના પત્ની અને સાંસદ પ્રતિભાસિંહને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે તથા સ્વ.વીરભદ્રસિંહની લોકપ્રિયતાનો આગામી ચૂંટણીમાં ઉપયોગ કરવાની તૈયારી કરી છે.ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે રાજ્યમાં જે જૂથબંધી છે તેને ડામવા માટે ચાર વર્કિંગ પ્રેસીડેન્ટની ફોર્મ્યુલા લાગુ કરી છે.આમ કોંગ્રેસમાં લાંબાસમયથી પ્રદેશ અધ્યક્ષ કુલદીપસિંહ રાઠોડ સામે વિરોધ ચાલી રહ્યો હતો અને આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ કોંગ્રેસને ચિંતામાં મુકી દીધી હતી.બીજીતરફ માનવામાં આવે છે કે પ્રતિભાસિંહને પ્રદેશ અધ્યક્ષ બનાવવા પાછળ પ્રશાંત કિશોરની ભલામણ પણ કામ કરી ગઇ છે. જો કે હવે પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે નથી પણ કોંગ્રેસ પક્ષ તેની અનેક ફોર્મ્યુલાનો ઉપયોગ કરી રહી છે.