લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હરિયાણામાં આગામી 7 જૂન સુધી લોકડાઉન લંબાવાયું,જેમાં દુકાનદારો ઓડ-ઇવનનુ પાલન કરશે

દેશના કેટલાક રાજ્યોમાં લોકડાઉન અનલોકની પ્રક્રિયા શરૂ કરાઇ છે.ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિબંધો છે.એવામાં હરિયાણામાં લોકડાઉન લંબાવવાનું નક્કી કરાયું છે.જેમાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જાહેરાત કરી છે કે હરિયાણામાં આગામી 7 જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.ત્યારે હવે રાજ્યમાં દુકાનો સવારે 9 થી 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.જેમાં દુકાનદારો ઓડ-ઇવનનું પાલન કરશે.આમ શિક્ષણ સંસ્થાઓની વાત કરવામાં આવે તો તેમા આગામી 15 જૂન સુધી તમામ શિક્ષણ સંસ્થા બંધ રહેશે.આ દરમિયાન નાઇટ કર્ફ્યૂ પણ ચાલુ રહેશે.જ્યારે રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુનું પાલન કરવાનું રહેશે.

આમ હરિયાણા સરકાર પણ કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનારા બાળકોના પાલન-પોષણને લઇને યોજના લઇને આવી છે.જે બાબતે સીએમએ કહ્યુ હતું કે હરિયાણામાં કોરોના મહામારીને કારણે માતા-પિતા ગુમાવનારા બાળકોના પાલન પોષણ માટે આર્થિક સહાયતા મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળ આપવામાં આવશે.આ યોજના હેઠળ કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનારા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સહાયતા કરાશે.આ અંતર્ગત સંભાળ દરમિયાન બાળકો માટે નાણાકીય સહાય,કિશોરવયની છોકરીઓ માટે સંસ્થાકીય સંભાળ અને શિક્ષણ,દિકરીઓને લગ્ન પર સહાય આપવાની જોગવાઇ પણ છે.