ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા માટે ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ આપવામાં આવ્યા છે.ત્યારે ઓનલાઈન પરીક્ષાની પસંદગી માટે વિદ્યાર્થીઓને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું.તેવા સમયે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ આપવામાં આવેલ રજીસ્ટ્રેશનની મુદત પૂર્ણ થઇ હતી ત્યારે બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન મુદત વધારીને આગામી 25 મે કરવામાં આવી છે અને મોક ટેસ્ટ માટેનું શીડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.
આમ ગુજરાત યુનિવર્સિટીના બી.એ,બી.કોમ,બી.બી.એ,બી.એસ.સી,બી.એસ.સી સેમેસ્ટર-6 અને એમ.એ,એમ.કોમ,તથા એમ.એડ સેમેસ્ટર-4, બી.એડ સેમેસ્ટર-1 અને 4ની ઓનલાઈન પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ કોઈ કારણસર રજિસ્ટ્રેશન કરાવી શક્યા ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરાવવાની મુદત વધારીને 25મે કરવામાં આવી છે.જે વિદ્યાર્થીઓએ અગાઉ સેમેસ્ટર-1 માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત રહેતી નથી.આ સિવાય મોક ટેસ્ટનું શીડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.જે આગામી 31 મેથી 2 જૂન સુધી અલગ-અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓની ઓનલાઈન મોક ટેસ્ટ યોજાશે.જે મોક ટેસ્ટ 4 અલગ-અલગ સેશનમાં યોજાશે.જેમાં વિદ્યાર્થીઓને 1 કલાક જેટલો સમય ઓનલાઈન પરીક્ષા માટે આપવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved