Error: Server configuration issue
સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાએ ભારે નુકસાની કરીને વિદાય લીધી છે.ત્યારે બીજીતરફ બંગાળ પંથકમાં યાસ વાવાઝોડું ત્રાટકે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.એવામાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ વરસ્યો હતો.જ્યારે કેટલાક સ્થળે કરાં પણ પડયા હતા.ત્યારે ફરી એકવખત ખેડૂતોના પાકમાં નુકસાનીની બુમરાણ ઉઠવા પામી છે.જેના પગલે અમરેલીના મોટી કુંકાવાવમાં જોરદાર પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો.જ્યારે રાજકોટની ભાગોળે સરધાર ગામ પાસે કરા સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસી પડયું હતું.આ સિવાય કાંગસર ગામે વરસાદી માહોલ અને છાંટા પડતા તલ સહિતના તૈયાર પાકને ભારે નુકસાન થતા ખેડુતોને નુકશાન થવા પામ્યું છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved