લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં રમાનારી 36મી નેશનલ ગેમ્સનો લોગો જાહેર કરવામા આવ્યો

આગામી 27 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર દરમ્યાન યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સના લોગોનું લોન્ચીંગ તેમજ સફળ આયોજન માટે ગુજરાત સરકાર,ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન વચ્ચે ત્રિ-પક્ષીય સમજૂતી કરાર એમ.ઓ.યુ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ખાતે સંપન્ન થયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારતમાં ખેલકૂદ ક્ષેત્રનો સુવર્ણ કાળ આવ્યો છે.ભારતમાં સ્પોર્ટિંગ કલ્ચર,સ્પોર્ટિંગ કોમ્યુનિટી અને ડિસિપ્લિન વિકસી રહ્યા છે.ફીટ ઇન્ડિયા જેવા અભિયાન ચલાવીને વડાપ્રધાને દેશમાં સ્પોર્ટસ અને ફિટનેસનો જુવાળ ઉભો કર્યો છે.રાજ્યમાં અગાઉ વર્ષ 2002માં જે રમત-ગમત વિભાગનુ બજેટ રૂ.2.5 કરોડ હતુ જે વધીને રૂ.250 કરોડે પહોંચી ગયુ છે.