લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લેતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.આમ વર્તમાન સમયમાં જે વેકસીનેશનનો કાર્યક્રમ ચાલી રહયો છે તેમાં હજુસુધી જોડાયેલા ન હોય અને વેકસીનેશનના માપદંડમાં આવતા 45 વર્ષ કે તેથી વધુ વર્ષની ઉંમરના લોકોને વેકસીન લેવા માટે અનુરોધ કર્યો હતો.

આમ મુખ્યમંત્રીએ આજે ગાંધીનગરમાં સેકટર નં.8 ના આરોગ્ય કેન્દ્ર પર ગયા હતા અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને વેકસીન લીધી હતી.આમ તેમનો આ પ્રથમ ડોઝ છે.આ અગાઉ તેઓ કોરોના સંક્રમીત થયા હોવાથી વેકસીન લેવામાં તબીબી સલાહ મુજબ રાહ જોઇ હતી.ત્યારબાદ તેઓએ જણાવ્યુ હતું કે કોરોનાથી બચવા માટે વેકસીન મુખ્ય શસ્ત્ર છે.આમ વર્તમાન સમયમાં 45 વર્ષથી ઉપરના તેમજ તા.1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેકસીન આપવામાં આવશે.