ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આગામી પહેલી માર્ચથી શરૂ થઈ રહ્યું છે ત્યારે વિધાનસભામાં સરકારી કામકાજ માટે જતા અધિકારીઓ,ધારાસભ્યો તેમજ પત્રકારો સહિતના લોકો માટે રેપિડ અને એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે, જેના માટે ગાંધીનગર સચિવાલય ખાતે ટેસ્ટ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.જ્યાં જે લોકોને ટેસ્ટ નેગેટિવ આવશે તે લોકોને વિધાનસભાગૃહમાં પ્રવેશ આપવામાં આવશે.ત્યારે કોરોનાના કારણે પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને પ્રેક્ષક-ગેલેરીમાં ધારાસભ્યોને આરામદાયક ખુરશીમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે.આ ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.આમ નાણામંત્રી તરીકે નીતિન પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે.આમ ગુજરાત વિધાનસભાના બજેટસત્રને લઇને ગુજરાત રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે દરેક વિભાગની સમીક્ષાઓ શરૂ કરી દીધી છે.જેમાં નવી યોજનાઓ તેમજ ખર્ચની ફાળવણી જેવી બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે.ત્યારે વિધાનસભાનું બજેટસત્ર એક મહિના માટે મળે તેવી સંભાવના છે.
આમ અત્યારસુધી સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભાજપના પૂર્વ નાણામંત્રી વજુભાઈવાળાના નામે છે,જેમણે 18 વખત બજેટ રજૂ કર્યું હતુ.જ્યારે નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા 2021-22નું બજેટ રજૂ કરીને પોતાનો રેકોર્ડ પોતે જ તોડશે.આમ નીતિનભાઇ પટેલ દ્વારા અત્યારસુધીમાં બે વખત લેખાનુદાન અને છ વખત પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યાં છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved