છેલ્લા બે મહિનામાં સમગ્ર રાજ્યમાં ત્રીજી વખત માવઠાના મારથી ખેડૂતો પરેશાન થઈ ગયાં છે. આમ રાજ્યના 60 તાલુકાઓમાં માવઠું થયું હતું. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમા આગામી 24 કલાકમાં માવઠું થઈ શકે છે. તે ઉપરાંત આગામી 9મી જાન્યુઆરીથી વાતાવરણ સુકુ થશે અને ફરી કાતિલ ઠંડી શરૂ થશે. 9 જાન્યુઆરી બાદ તાપમાન 5 ડિગ્રી સુધી ગગડવાની આગાહી છે. જેને કારણે ઠંડીમાં વધારો થશે.આમ આજે ડાંગ,નર્મદા,નવસારી,તાપી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને વાતાવરણ સૂકુ બની જશે અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.આમ રાજ્યમાં 9 થી 13 જાન્યુઆરી દરમિયાન ઠંડીનો દોર રહેશે. ત્યારબાદ 16 થી 18 જાન્યુઆરી સુધી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે. માવઠાથી મકાઈ,રજકો, જીરૂં,ધાણા,ઘઉં,મેથી જેવા રવિ પાકને ભારે નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે.આ બાબતે કૃષિમંત્રીએ જણાવ્યુ છે કે 6 જાન્યુઆરીએ કૃષિ વિભાગને આદેશ આપ્યો છે કે ખેડૂતોના પાકને કેટલું નુકશાન થયું છે તેનો સર્વે કરવો. જેમાં કૃષિમંત્રીના કહ્યા પ્રમાણે હજુ રાજયમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી છે. એકાદ-બે દિવસમાં વરસાદ પડે તેમ હોવાથી અત્યારે તાત્કાલિક સર્વે હાથ ધરવો ફરજીયાત નથી, પણ આગાહીના દિવસો પુરા થઇ જાય પછી સર્વે હાથ ધરશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved