ગુજરાતમાં મેઘરાજાનાં મંડાણ થઈ ગયા છે.ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજયનાં 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.ત્યારે હવામાન ખાતાનાં રીપોર્ટ મુજબ રાજયનાં રાજ્યના તમામ ચાર ઝોનના અનેક ભાગોમાં વતાઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ આણંદમાં નોંધાયો હતો.તેમજ જીલ્લાનાં પેટલાદમાં સાડા ત્રણ ઈંચ,બોરસદમાં બે ઈંચ, આંકલાવ,ખંભાત તથા સોજીત્રામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડયો હતો.આ સિવાય દ.ગુજરાતમાં પણ સાર્વત્રીક વરસાદ અને સુરતનાં ચોર્યાસીમાં 5 તથા સુરત અને ઓલપાડમાં 4-4 ઈંચ વરસતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.જ્યારે નવસારીના જલાલપોર અને નવસારીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ થયો હતો.ગણદેવીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.આ સિવાય વલસાડ જીલ્લાના ધરમપુર,કપરાડા,પારડી,ઉંમરગામ,વાપીમાં દોઢ થી અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.આમ ભરૂચનાં નેત્રંગમાં 3 ઈંચ વરસાદ થયો હતો.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved