વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ 300 કરોડની ફાળવણી કરાઇ છે.જેમાં સોમનાથ મહાદેવ મંદિરના દર્શને આવનાર પ્રવાસીઓને આકર્ષી શકે એવા બીજા અનેક વિકાસ કામો હાથ ધરાનાર છે આ સાથે સોમનાથના ઇતિહાસને જાણવા ઉત્ખન્નની કામગિરી માટે પુરાતત્વ વિભાગની ટીમે પણ સોમનાથની મુલાકાત લીધી છે.ભારતના બાર જયોતિર્લિંગના પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ આગામી મહિનાઓમાં સોમનાથ મંદિર સહિત અનેકવિધ બહુમુખી ભવ્ય વિકાસના કાર્યો હાથ ધરશે.જેમાં સોમનાથના યાત્રીકો પર્યટકો માટે ડ્રીમ પ્રોજેકટ સમો સમુદ્ર જીવ દર્શનનો રૂા.300 કરોડના પ્રોજેકેટને નવી તૈયારીઓ સાથે આગળ ધપાવાશે.જેમાં એકવેરીયમની જેમ સમુદ્રમાં ગ્લાસની એક વિશાળ ટનલમાં પર્યટકો જઈ સમુદ્રના જળમાં રહેતા તરતા જીવોનું સમુદ્ર જીવદર્શન કરી શકશે.સોમનાથ મંદિર પ્રાચીન ઈતિહાસ સંશોધન ખનન માટે આર્કોલોજી વિભાગના વડા પંકજ શર્માને ખાસ સોમનાથ બોલાવાયા હતા.
સોમનાથના ટ્રસ્ટી અને સચિવ પ્રવિણ લહેરીએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિર ઉપરાંત પર્યટકોને આકર્ષી શકે એ માટે આવનાર દિવસોમાં સરકાર,ખાનગી કંપની અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અનેક વિકાસ કામો હાથ ધરાશે.જેમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઇ ટનલનો છે.પર્યટકો આ ટનલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે.જ્યારે બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે.જેમાં પશુ-પક્ષી,વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડીયો વીઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે.
સોમનાથના શહીદ હમિરસિંહજી ગોહીલ સર્કલથી સીધી લીટીમાં સોમનાથ મહાદેવ મંદિરનું સીધેસીધું દ્દશ્ય દેખાય તે અંગેની કાર્યવાહી હાથ ધરાશે.આ દરમ્યાન સોમનાથ મંદિર અને આસપાસના 4 સ્થળોએ ભૂગર્ભ બાંધકામ અંગે આઇઆઇટી ગાંધીનગરે આપેલા રિપોર્ટમાં જે 4 સ્થળો દર્શાવ્યા છે. તેના સંશોધન માટે પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્માએ સોમનાથમાં 2 દિવસનું રોકાણ કરી નિરીક્ષણ કર્યું હતુ.આ સ્થળોના સંશોધન અને ખનન માટે મોકલેલી દરખાસ્ત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોમનાથ એસટી બસ સ્ટેન્ડનું રેલ્વે સ્ટેશન સામે સ્થળાંતર કરી ત્યાં નવું બસ સ્ટેશન બનાવવામાં આવશે. જે રાજકોટ,અમદાવાદ અને ગાંધીનગર જેવું બને તે માટે એસટી સાથે વાતચીત ચાલુ છે.જેની કામગિરી બજેટ પછી હાથ ધરાશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved