લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત એસ.ટી નિગમના 150થી વધુ કર્મચારીએ જીવ ગુમાવતા વળતરની માંગ કરાઇ

રાજ્યમાં કોરોનાએ શહેરથી લઈને ગામડા સુધી તારાજી સર્જી છે.ત્યારે રાજ્ય સરકાર આ પરિસ્થિતિને પહોચી વળવા અથાક પ્રયત્નો કરી રહી છે.આમ કોરોનાથી વર્તમાન સમયમાં 800 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા છે.જેમાં મોટાભાગે ડ્રાઈવરો અને કન્ડકટરોનો સમાવેશ થાય છે. આ સિવાય 800 સંક્રમિત કર્મચારીઓમાંથી 150 જેટલા કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ત્યારે એસટી મહામંડળ દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપી હતી તેમજ સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી.

આમ મહામારીમાં એસ.ટી સેવાઓ અમુક રૂટ પર ચાલુ રાખવામાં આવી હતી.જેમાં રાજ્યમાં લોકો એક શહેરથી બીજા શહેર તેમજ પરપ્રાંતીય લોકોને અન્ય રાજ્યમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે આ સેવા લોકડાઉન દરમિયાન પણ ચાલુ રાખવામાં આવી હતી.ત્યારે તેમને યોગ્ય વળતર મળવું જોઈએ અને કોરોના વોરિયરનું બિરુદ પણ આપવામાં આવે તેવું જણાવ્યુ હતું.

આમ તાઉ-તે વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી.જેને કારણે રાજ્યમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને 12,500 જેટલી ટ્રીપો રદ કરી હતી.પરંતુ સ્થિતિ સામાન્ય થતાં રાજ્યમાં 1200 ટ્રીપો શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આગળની સ્થિતિ જોઈને બાકીની 500 ટ્રીપ શરૂ કરાશે.