Error: Server configuration issue
હેલીકોપ્ટર સેવા શરૂ થશે : અંબાજી-દ્વારકા-સોમનાથ તથા પાલીતાણામાં ટૂંકસમયમાં હેલીકોપ્ટર સેવા શરૂ કરાશે
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અંબાજી,દ્વારકા,સોમનાથ તથા પાલીતાણા જેવા વિખ્યાત ધાર્મિક સ્થળોએ ટૂંકસમયમાં હેલીકોપ્ટર સેવા શરૂ થવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.આમ ધાર્મિક ટુરીઝમને વેગ આપવા તથા ધાર્મિક યાત્રાઓ ઝડપી બને તેવા ઉદેશ સાથે રાજયના ચાર મુખ્ય ધર્મસ્થાનો ખાતે હેલીકોપ્ટર સેવા શરૂ થશે.રાજય સરકારે બજેટમાં આ યોજનાઓ માટેની જોગવાઈ કરી છે.આમ અંબાજી માટેના વિકાસ યોજના તથા માસ્ટર પ્લાન ટૂંકસમયમાં અમલી બનાવાશે.ધાર્મિક સ્થળોએ આવતા પ્રવાસીઓ,યાત્રાળુઓને દરેક પ્રકારની સુવિધા મળે તે માટે શહેરનો સુનિયોજીત વિકાસ થશે.આમ અંબાજી ડેવલપમેન્ટ ઓથોરીટીને વધુ મજબુત કરાશે જેનાથી વિકાસ યોજના ઝડપથી આગળ વધી શકે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved