વર્તમાન સમયમાં ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે.ત્યારે કોલીથડ જિલ્લા પંચાયત સીટ નીચે આવતા 24 ગામમાં આજથી 10 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે.જેમાં સંપૂર્ણ લોકડાઉનથી ગામડાઓના રસ્તાઓ સુમસામ બન્યા છે.આમ આ જાહેરાતના પગલે તમામ ગામના લોકો આજે સંપૂર્ણ લોકડાઉનમાં જોડાયા છે.જે અંતર્ગત તમામ ગામના લોકો કામ સિવાય બહાર નીકળી રહ્યાં નથી અને બહાર જવું હોય તો ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવે તેવો નિયમ બનાવ્યો છે.આમ આ લોકડાઉન દરમિયાન લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે એ માટે જે-તે ગામના સરપંચ સાથે સંકલન કરવામાં આવ્યું છે.તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ આસાનીથી મળી શકે અને આપણા વિસ્તારની અંદર કોરાના રોગ ન ફેલાય તે માટે ગંભીર તકેદારી રાખવામાં આવશે.
આમ રાજકોટ જિલ્લામાં જસદણ-વીંછીયા,ધોરાજી,જેતપુર અને ગોંડલ વિસ્તારમાં સતત કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.આમ વીંછિયા તાલુકામાં વેપારીઓએ સાથે મળી સંક્રમણ અટકાવવા અને ગામડાઓને સુરક્ષિત રાખવા એક સપ્તાહ સુધી આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved