લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બીજી યાદી જાહેર કરી

ગોવા વિધાનસભા ચૂંટણીની 40 સીટો માટે ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે. જેમાં આ વખતે ભાજપે 6 નામો પર મહોર લગાવી છે.જેમાં એક મહિલા ઉમેદવારનો પણ સાવેશ કરવામાં આવ્યો છે.આ અગાઉ ભાજપે પ્રથમ યાદીમાં 34 લોકોના નામ નક્કી કર્યા હતા.જે નામોમાં રાજેશ તુલસીદાસ પાટનેકર,જોસેફ રોબોર્ટ, એન્ટોનિયો ફર્નાડીઝ,જનિતા પાંડુરંગ મેડકેલકર,નારાયણજી નાયક અને એંટોની બારબોસનું નામ સામેલ છે.આ અગાઉ ભાજપે પ્રથમ લિસ્ટમાં 34 ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા હતા.ત્યારે વર્તમાન મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાંખલીથી ચૂંટણી લડશે.ત્યારે આગામી 14 ફેબ્રુઆરીએ ગોવાની 40 વિધાનસભા સીટો પર મતદાન થશે અને 10 માર્ચે મતગણતરી કરવામાં આવશે.