લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આજે ફરીએકવાર ગિરનાર રોપ-વે બંધ કરવામાં આવ્યો

ગઈકાલથી પવનની દિશા બદલાતા ફરીએકવાર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ગરમી ઘટવા સાથે ઝડપી પવનના સુસવાટા ફુંકાઈ રહ્યા છે.આ સિવાય રાજકોટમા 30 થી 35 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો અને ગિરનાર પર્વત ઉપર 70 કી.મીની ઝડપે પવનનાં કારણે રોપ-વે બંધ કરી દેવો પડયો હતો.આમ ભારે પવન સાથે વાતાવરણમાં આંધી જેવો માહોલ જોવા મળ્યો હતો જેમાં પગપાળા પગથીયે થી ગિરનાર ચડતા યાત્રીકોને પણ પવનનો સામનો કરવો પડી રહ્યો છે.પવનની ગતિ પ્રતિ કલાક 70 કી.મીની રહેવા પામી હતી.