ગાંધીનગરમાં વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી હતી.ત્યારબાદ આજે તેમની ચેમ્બરમા તેમના પી.એસ પી.એસ.હારેજા,એ.પી.એસ એચ.પી.પટેલ,પી.એ.પટેલ અને નાયબ કલેક્ટર વિમલ પટેલ સહિત કોમ્પ્યુટર ઓપરેટર ધીરુભા ઝાલા તેમજ સેવક છગનભાઈ કોરોના પોઝિટીવ આવ્યાં છે.તે ઉપરાંત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઓફિસના ચાર કર્મચારીઓ અને બે કમાંડો સંક્રમિત થયાં છે.આમ અત્યારસુધીમાં પાંચ મંત્રીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે.ત્યારે સચિવાલય અને વિધાનસભામા કુલ મળીને એક મંત્રી સહિત 12 ધારાસભ્યો 30 દિવસમા પોઝિટિવ આવ્યા છે.ત્યારે વિધાનસભા ગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું.આમ આ પ્રકારનું સેનિટેશન ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબોસમય તેની અસર રહે છે.જ્યારે માસ્ક ન પહેરવા બદલ રૂ.500ના દંડની રકમ કરાઈ હતી જે વધારીને રૂ.1000 કરવામાં આવી હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved