બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરતી થરાદ નગરપાલિકાની ફાયર ટીમ પાસે વાહનો પણ સલામત નથી રહ્યા.ત્યારે કર્મચારીઓને અણીને સમયે દરવાજો પણ નહી ખુલતો હોવાથી તેના કાચમાંથી બહાર નિકળવું પડી રહ્યું છે.ત્યારે છેવાડાના થરાદ-વાવ પંથકમાં છાસવારે આગ તેમજ અકસ્માતના બનાવો બનતા હોય છે.ત્યારે તેને ધ્યાને લઇને સરકાર દ્વારા વર્ષ 2009માં બે ફાયર ફાઇટર ફાળવ્યા હતા.જે વર્તમાન સમયમાં ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે.તેમ છતાં પાલિકાના ફાયર ઓફીસર અને તેમની ટીમ જોખમી હાલતમાં ઇમરજન્સીમાં આવાં વાહનો સાથે દોડીને કામગીરી કરતા હોય છે.ત્યારે તાજેતરમાં બજારમાં આગ લાગતા તેને બુજાવવા થરાદ ફાયર ટીમ ભંગાર હાલતવાળી ગાડી લઈને જતાં તેનો દરવાજો ન ખૂલતા ટિમ બારીમાંથી કુદી પડતી નજરે ચડી રહી છે.જેમાં બે પૈકી મિની ફાયર ફાયટર તો પંપ જ બગડવાથી કંડમ હાલતમા છે.ત્યારે આગામી સમયમાં પાલિકાને અત્યાધુનિક સુવિધા સાથેનાં વાહનો ફાળવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved