લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ફરાહ ખાન વેક્સિનના બે ડોઝ લીધા બાદ કોરોનાગ્રસ્ત થયા

કોરિયાગ્રાફર ફરાહ ખાન વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ કોરોનાગ્રસ્ત થયા છે. જેમા તેમણે વેક્સિનના બે ડોઝ લીધા હોવાથી લોકો સાથે કામ કરી રહ્યા હતા. પરંતુ તેઓ કોરોનાના સપાટામાં આવી જતા તેઓએ પોતાને આઇસોલેટ કરી લીધા છે. ત્યારબાદ તેઓએ કહ્યું છે કે છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં જે લોકો પણ આવ્યા હતા તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે. ફરાહ ખાન વર્તમાન સમયમા ડાન્સ રિયાલિટી શો સુપરડાન્સર ચેપ્ટર ચારમાં વિશેષ મહેમાન બનીને જોવા મળવાના છે. જેનું શૂટિંગ તેમણે સોમવારે જ કર્યું છે.