લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / એક્સપાયર્ડ લાયસન્સ,આર.સી બુકની સમયમર્યાદા આગામી 30મી સપ્ટેમ્બર સુધી વધારાઈ

માર્ગ અને પરિવહન મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી બુકની વેલિડિટી વધારીને આગામી 30મી સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે.આમ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.આમ તેની વેલિડિટી 15મી જૂને પૂરી થઈ રહી હતી.આ સિવાય વાહન અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટમાં સમાનતા લાવવાનો આદેશ આપ્યો હતો.ત્યારે દેશમાં એકસરખાં પીયુસી સર્ટિફિકેટ બનાવવામાં આવશે.જે તમામ પીયુસી સર્ટિફિકેટને નેશનલ રજિસ્ટર સાથે જોડવાનો આદેશ કરવામાં આવ્યો હતો.આમ પીયુસી સર્ટિફિકેટમાં એક ક્યૂઆર કોડ છપાશે.જેમાં વાહનધારકનું નામ,મોબાઈલ નંબર,એડ્રેસ,વાહન નંબર,એન્જિન નંબર અને ચેસીસ નંબરનો સમાવેશ કરવામાં આવશે.