ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની શરૂઆત ૫મી ફેબ્રુઆરીથી થશે.આ પહેલાં ઇંગ્લેન્ડની ટીમને ઝટકો લાગ્યો છે.જેમાં ઇંગ્લેન્ડના ટોપઓર્ડર બેસ્ટમેન જેક ક્રોલ પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે.જેઓ ડ્રેસિંગ રૂમમાંથી બહાર નીકળતાં લપસી જતાં ક્રોલને કાંડામાં ઇજા પહોંચી છે. જેના કારણે સીરિઝની પ્રથમ બે મેચ ચેન્નઇના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે અને ક્રોલે આ બન્ને મેચો નહીં રમી શકે.
આમ ઇંગ્લેન્ડના ખેલાડી ઓલી પોપની ટીમમાં વાપસી થઇ છે.જે મિડલ ઓર્ડર બેસ્ટમેન પોપ ગયા વર્ષે પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો.ત્યારબાદ તેઓના ખભામાં ઇજા પહોંચતાં તેમણે સર્જરી કરાવી હતી.આમ આ પહેલા ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકાને બે ટેસ્ટ મેચની સીરિઝ હરાવીને આવી છે.જોકે આ દરમિયાન ક્રોલનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. જેઓએ ચાર પારીમાં ૯,૮,૫ અને ૧૩ રન કર્યા હતા.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved