ઇંગ્લેન્ડની મહિલા ફુટબોલ ખેલાડી માટે મેટરનિટી લીવ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જેથી આગામી સેશનમાં નિયમિત સેલેરી સાથે 14 સપ્તાહની રજા પણ મળશે.જે બાબતે ઇંગ્લેન્ડ ફુટબોલ સંઘે જણાવ્યું છે કે મહિલા સુપર લીગ અને મહિલા ચેમ્પિયનશિપ રમનારી ખેલાડીઓને આ સુવિધા આપવામાં આવશે.આની પહેલા ક્લબ નિર્ણય લેતી હતી કે કોને કેટલા દિવસની રજા મળી શકે છે. ટલું જ નહીં આના માટે પણ એવો નિયમ હતો કે જો મહિલા ખેલાડીએ 26 સપ્તાહ સુધી રમત રમી હોય તો જ મેટરનિટી લીવ લઈ શકશે.ઇંગ્લેન્ડ ફુટબોલ સંઘના આ નિર્ણય પછી કોઈપણ મહિલા ખેલાડીને મેટરનિટી લીવ મળી શકશે.તેવામાં ભલે મહિલા ખેલાડીએ 26 સપ્તાહ સુધી રમત ન રમી હોય છતા તે આ લીવ મેળવી શકશે.આ નિયમ નવા સેશનથી લાગૂ થવા જઈ રહ્યો છે.તેવામાં આ અંગે ચેલ્સીની મેનેજર એમ્મા હાયેસે કહ્યું છે કે આ એક યોગ્ય દીશામાં સચોટ નિર્ણય લેવામાં આવ્યો છે.આમ આ માત્ર ઇંગ્લેન્ડમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં લાગૂ થવો જોઈએ.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved