લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ઈલેક્ટ્રિક વાહનમાલિકો વાહનો ઘરે ચાર્જ કરી શકશે

ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવાના આશયથી કેન્દ્રિય ઊર્જા મંત્રાલયે ચાર્જિંગ સુવિધા પૂરી પાડવા ગાઈડલાઈન્સ જારી કરી છે.જેમાં સૌપ્રથમ ઈવી માલિકો વાહનો પોતાના ઘરે અથવા ઓફિસોમાં તેમના વીજકનેક્શન દ્વારા વાહનો ચાર્જ કરી શકશે.કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન શરૂ કરી શકશે અને તેના માટે તેમણે લાયસન્સ મેળવવાની જરૂર નહિ રહે. જોકે આવા સ્ટેશનમાં ગાઈડલાઈન્સમાં દર્શાવેલા ટેકનીકલ,સુરક્ષા તેમજ કામગીરીના ધોરણો અને નિયમો સંતોષવાના રહેશે.આમ ચાર્જિંગ સ્ટેશનને આર્થિક રીતે વ્યવહારૂ બનાવવા જમીનના ઉપયોગ માટે એક મહેસૂલ શેરીંગ મોડેલ પણ બનાવવામાં આવ્યું છે.જે મોડેલ મુજબ સરકારી,જાહેર સંસ્થાઓ પાસે ઉપલબ્ધ જમીન પર રૂા.1 પ્રતિ કિલોવોટના રેવેન્યુ શેરીંગ ધોરણે જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે આપવામાં આવશે. આ આવક જમીનની માલિક એજન્સીએ ત્રિમાસીક ધોરણે ચુકવવાની રહેશે.ઈવી જાહેર ચાર્જિંગ માળખા તૈયાર કરવા અને જાહેર ચાર્જિંગ સ્ટેશન માટે જોડાણ આપવા માટે ચોક્કસ સમય અવધિ નિર્ધારીત કરવામાં આવી છે. જાહેર ચાર્જિંગ સ્ટેશનને મેટ્રો શહેરોમાં સાત દિવસમાં જોડાણ આપવામાં આવશે અને અન્ય પાલિકા વિસ્તારોમાં 15 દિવસમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ૩૦ દિવસમાં જોડાણ આપવામાં આવશે.જાહેર ઈવી ચાર્જિંગ સ્ટેશનોને અપાતી વીજના દર સિંગલ પાર્ટ રહેશે અને 31 માર્ચ,2025 સુધી પુરવઠાના સરેરાશ ખર્ચથી વધુ નહિ થાય.રાજ્ય સરકારો ટૂંક સમયમા મહત્તમ સર્વિસ ચાર્જિસ નક્કી કરશે.