દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કારણે માસ્ક પહેરવાના નિયમો લાગુ છે.ત્યારે કારમાં બેઠેલા વ્યક્તિને પણ માસ્ક પહેરવાની ફરજ પડાય છે અને લોકોને તેના કારણે આશ્ચર્ય થાય છે.ત્યારે દિલ્હીમાં લોકોને આ નિયમમાંથી મુક્તિ મળશે.દિલ્હી સરકારે કોરોનાના કેસ ઓછા થયા બાદ પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરી છે.જેમાં કારમાં એકલા બેઠેલા વ્યક્તિને માસ્ક પહેરવામાંથી છુટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.આ સાથે દિલ્હીમાં રેસ્ટોરન્ટ અને બાર 10ની જગ્યાએ 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.જ્યારે નાઈટ કરફ્યુ 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે.આ સિવાય 7 ફેબ્રુઆરીથી દિલ્હીમાં તમામ કોલેજ ખોલી નાંખવામાં આવશે તેમજ જિમ અને સ્પા,સ્વિમિંગ પુલ પણ ખુલશે.આ સિવાય ઓફિસોમાં 100 ટકા સ્ટાફ સાથે કામ કરવાની મંજૂરી અપાઈ છે.આ ઉપરાંત 7 ફેબ્રુઆરીથી ધો.9 થી 12 જ્યારે આગામી 14 ફેબ્રુઆરીથી નર્સરીથી ધો.8 સુધીની સ્કૂલો ખુલશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved