Error: Server configuration issue
દિલ્હીમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાહેરાત કરી છે.જેમાં તેઓએ એવું એલાન કર્યુ છે કે દિલ્હીમાં 72 લાખ રેશનકાર્ડ ધારકો છે જે તમામ લોકોને આગામી બે મહિના સુધી મફતમાં રાશન આપવામાં આવશે. આમ આ નિર્ણય વર્તમાન કોરોના સંકટ અને ઘણા દિવસોથી લાગુ કરાયેલ લોકડાઉન વચ્ચે કરવામાં આવે છે.
આ સિવાય તેમણે કહ્યું કે દિલ્હીમાં જેટલા ઓટોચાલકો અને ટેક્સીચાલકો છે તે બઘાને રૂ.5 હજારની આર્થિક મદદ આપવામાં આવશે.જે અંતર્ગત દિલ્હીના લગભગ 1.50 લાખ ઓટોચાલકો અને ટેક્સીચાલકોને લાભ મળશે.આ સિવાય ગયા અઠવાડિયે મજૂરોને પણ આ પ્રકારની મદદ આપવામાં આવી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved