લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાં અંબિકા નદીની સપાટી વધી

ડાંગ જિલ્લામાં છેલ્લા 20 કલાકમાં 1 થી 3.5 ઇંચ સુધી વરસાદ નોંધાતા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું. ત્યારે સાપુતારા પંથકમાં વધુ વરસાદ પડતા નીચાણવાળા કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડતા અંબિકા નદીનાં વહેણ તેજ બનવા સાથે સપાટી વધી હતી. જેમાં આહવા તાલુકામાં 29 મીમી 1.16 ઇંચ,વઘઇ તાલુકામાં 61 મીમી 2.5 ઇંચ, સુબીરમાં 28 મીમી 1.1 ઇંચ અને ગિરિમથક સાપુતારામાં 91 મીમી 3.6 ઇંચ વરસાદ નોધાયો હતો. આ સિવાય બોરખલ,ગલકુંડ,વઘઇ,સાકરપાતળ, ભેંસકાતરી,ઝાવડા,કાલીબેલ સહિતનાં પંથકોમાં વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું. આમ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે અંબિકા,ખાપરી અને પુર્ણા નદીનાં શાંત વહેણ તેજ બન્યા હતા. આ સિવાય ગિરિમથક સાપુતારાની તળેટી તથા ઘાટ માર્ગમાં વરસાદને લીધે સીલાઓ ધસી પડતા થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો.ત્યારે જેસીબીની મદદથી પડેલ માટી અને સિલાઓ દૂર કરવામાં આવી હતી.