લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારત અફઘાનિસ્તાનની મદદે આવ્યું

ભારત અફઘાનિસ્તાનની વ્હારે આવ્યુ છે.જેમાં ભારત માનવીય સહાયના ભાગરૂપે અફઘાનિસ્તાનમાં ઘઉં પહોંચાડવા માટે પાકિસ્તાન સાથે ચર્ચા કરી રહ્યુ હતુ.આખરે આ મુદ્દે બંને દેશો વચ્ચે સંમતિ સધાઈ છે.ત્યારે પાકિસ્તાનના રસ્તે થઈને ભારત અફઘાનિસ્તાનને 50,000 ટન ઘઉં અને દવાઓની પહેલી ખેપ પહોંચાડશે.જેની શરૂઆત ફેબ્રુઆરીથી થશે.પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ પોતાના ટ્રકો થકી કાબુલને માનવીય સહાયતા પહોંચાડવા માંગતુ હતુ.ત્યારે પાકિસ્તાન આ વાત પર સંમત થયુ છે કે અફઘાનિસ્તાનની ટ્રકો દ્વારા ઘઉંને અફઘાનિસ્તાન પહોંચાડાશે.આ માટેના કોન્ટ્રાકટરોની યાદી પાકિસ્તાન સાથે શેર કરાઈ છે.આમ ભારત પાકિસ્તાનના રસ્તાનો ઉપયોગ કરવા માટે 7 ઓકટોબરથી પ્રયાસો કરી રહ્યુ હતુ.