તાઉતે વાવાઝોડાના કારણે કૃષિક્ષેત્ર માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે.પરંતુ તે સિવાયના ક્ષેત્રોમા પણ ભારે નુકસાન થયું છે.જેમાં અગરિયા વર્ગનો પણ સમાવેશ થાય છે.જેના માટે કોઇ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી.જેના કારણે અગરિયાઓને દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાવા પામી છે.આમ મોટાભાગના અગરિયાઓને વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે પાણી ભરાઇ જતા સંપૂર્ણ નુકસાન થવા પામ્યું છે.ત્યારે મીઠા ઉત્પાદન ક્ષેત્રે 250 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે.આમ કચ્છથી પાટણ સુધીના નાના રણમાં 8 લાખ ટન જેટલું મીઠુ ધોવાઇ ગયાનો અંદાજ છે.જેમાં નાના અગરિયાઓ કે જેમને મહદ્દઅંશે કે સંપૂર્ણ નુકસાન થયું હોય તેમને સરકાર દ્વારા કુટુંબદીઠ 75 હજાર રૂપિયા ત્વરિત કેશડોલની જાહેરાત કરવી જોઇએ.આ સિવાય વ્યાજમુક્ત લોનની બેન્ક દ્વારા વ્યવસ્થા કરવી જોઇએ જેથી તેઓ ફરીથી વાર્ષિક 700 થી 800 ટન મીઠાનું ઉત્પાદન કરવા સક્ષમ બને.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved