લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ક્રૂડઓઇલ વર્ષ 2014 પછી પ્રથમ વખત 87 ડોલરને પાર થયું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધીને પ્રતિ બેરલ 87 ડોલરને પાર થઇ ગયો છે. જે ક્રૂડનો ભાવ વર્ષ 2014 પછીનો સૌથી ઉંચો ભાવ છે. આમ ક્રૂડના ભાવ આટલા વધ્યા હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા નથી. ત્યારે છેલ્લા 74 દિવસથી પેટ્રોલ – ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવને આધારે નક્કી થાય છે પણ લગભગ બે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.ત્યારે વર્તમાનમાં દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ.95.41 જ્યારે એક લિટર ડીઝલનો ભાવ રૂ.86.67 છે.