લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / દેશની સહકારી બેંકોના મર્જર માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સરકારી બેંકોને મર્જ કરીને મોટી બેંકો રચવાની દિશામાં નીતિ અપનાવી છે અને હવે તેમાં આગળ વધીને સહકારી બેંકોનાં વિલીનીકરણની દિશા માટે પણ મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે.આમ જીલ્લા કેન્દ્રીય સહકારી બેંકોને રાજય સહકારી બેંકોમાં મર્જ કરવાની વિચારણા કરવાનું રિઝર્વ બેન્કે જાહેર કર્યું છે.ત્યારે રાજય સરકાર તરફથી થયેલી દરખાસ્તને પગલે રીઝર્વ બેન્કે આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.આમ રાજય તથા જીલ્લા સહકારી બેંકોને રીઝર્વ બેન્ક હેઠળ લાવવા કેન્દ્ર સરકારે નવો કાયદો ઘડયો હતો.આમ બેકીંગ રેગ્યુલેશન એકટ 2020 સહકારી બેંકો માટે 1 એપ્રિલ 2025થી અમલી બન્યો છે.