લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં છેલ્લા 24 કલાકમાં 60,471 નવા કોરોનાના કેસ નોંધાયા,જ્યારે સંક્રમણ દર 3.5%ની નીચે આવ્યો

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર નબળી પડી રહી છે ત્યારે સંક્રમણનો દર તેમજ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આમ દેશમાં છેલ્લા 24 કલાકમાં 60,471 નવા કેસો સામે આવ્યા છે.ત્યારે વર્તમાન સમયમાં દેશમાં રિકવરી રેટ 95.63 ટકા સુધી પહોંચી ગયો છે.બીજીબાજુ વેક્સિનેશન અભિયાને પણ ગતિ પકડી છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 39.27 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે.આમ અત્યારસુધી દેશમાં 25.90 કરોડ લોકોને વેક્સિન મળી ચૂકી છે.જેમાંથી 21.01 કરોડને પ્રથમ ડોઝ જ્યારે 4.89 કરોડ લોકોને બન્ને ડોઝ અપાઇ ચૂક્યાં છે.