કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને બજેટ ૨૦૨૧-૨૨માં કોરોના વેક્સિનના વિકાસ માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે.આ ફંડનો ઉપયોગ દેશમાં કોરોના વેક્સિનના વિકાસ,વિતરણ અને રસીકરણ માટે કરવામાં આવશે.આમ નાણાંમંત્રીએ બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે,આજે ભારતમાં બે વેક્સિન ઉપલબ્ધ છે.જેનાથી દેશના નાગરિકોના જીવનની રક્ષા કરી રહ્યાં છે.અમે ૧૦૦થી વધુ દેશોને પણ કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરી છે.તેમણે વધુમાં કહ્યું હતું કે,આ ખૂબ જ રાહત આપનારી વાત છે કે ટૂંકમાં જ દેશમાં વધુ બે વેક્સિન આવનારી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપીને આ વેક્સિન લોન્ચ કરી છે.તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૩૫ હજાર કરોડ રૂપિયા કોરોના વેક્સિન માટે આપવામાં આવ્યા છે અને જો જરૂર પડશે તો આના માટે સરકાર વધુ નાણાં આપવા માટે તૈયાર છે.સ્વાસ્થ્ય અને કલ્યાણ ક્ષેત્ર માટે ૨.૨૩ લાખ કરોડ રૂપિયા છે.આમ આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ૧૩૭ ટકાથી વધુ વધારો કરાયો છે
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved