લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોનાની ત્રીજી લહેરને જોતાં સિવિલમાં બાળકો માટે 300 બેડ તૈયાર કરાયા

કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર તૈયારીમાં લાગી ગયું છે.ત્યારે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતાને લઈ બાળકો માટેના બેડ તૈયાર કરવામાં આવ્યા છે.આમ સિવિલ કેમ્પસમાં ચાલતી 1,200 બેડની કોવિડ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ વધારવામાં આવ્યા છે.જેમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સ,નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવાયું છે.આ ઉપરાંત જીએમએસસીએલ દ્વારા 150 વેન્ટિલેટર સપ્લાય અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરાશે.આ સિવાય વર્તમાન સમયની સિવિલ હોસ્પિટલમાં એનઆઇસીયુ અને પીઆઇસીયુના 45-45 વેન્ટિલેટર બેડ તૈયાર કરાયા છે.