લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનના સંરક્ષણ મંત્રીએ અમેરિકાના સંરક્ષણ મંત્રી સાથે બેઠક યોજવાની ઓફર ફગાવી

સિંગાપુરમા યોજાયેલા શંગરી લા ડાયલોગ ડિફેન્સ મીટમાં અમેરિકા તેમજ ચીનના સંરક્ષણ મંત્રીઓ સામેલ થયા હતા.ત્યારે આ દરમિયાન બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા.પરંતુ અમેરિકા અને ચીનના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે આ સમિટની સાથે સાથે વ્યક્તિગત મુલાકાતનો પ્રસ્તાવ પણ અમેરિકાએ મુક્યો હતો પરંતુ ચીને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.જેના પર અમેરિકાએ નિરાશા વ્યક્ત કરી છે.ત્યારે આ બાબતે અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને કહ્યુ હતુ કે અમારૂ માનવુ છે કે ચીન સાથે વાતચીતના રસ્તા ખુલ્લા રહેવા જોઈએ.જેટલી વધારે વાતચીત થશે તેટલી ગેરસમજ સર્જાવાની શક્યતા ઓછી રહેશે અને સંઘર્ષ જેવી સ્થિતિ પણ નહીં સર્જાય.આમ અમેરિકાએ 2018માં ચીનના સંરક્ષણ મંત્રી લી શાંગફૂને પ્રતિબંધિત જાહેર કરી દીધા હતા.