લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનની દિવાલની નીચે વિશ્વનું સૌથી ઊંડુ હાઈસ્પીડ રેલવે સ્ટેશન

વર્ષ 2022ની બીજિંગ વિન્ટર ઓલિમ્પિક્સ નજીક આવી રહી છે.ત્યારે વિશ્વની પ્રથમ સ્વ-ડ્રાઇવિંગ હાઇસ્પીડ ટ્રેન પહેલેથી જ કાર્યમાં છે.જે બે મુખ્ય શહેરો ઐતિહાસિક બીજિંગ-ઝાંગજિયાકોઉ ઇન્ટરસિટી રેલ્વે વચ્ચે રમતવીરો અને અધિકારીઓનું પરિવહન કરી રહી છે.વર્ષ 2019માં બનીને તૈયાર થયેલુ આ સ્ટેશન સદીઓ જૂની દિવાલના સૌથી લોકપ્રિય ખંડ બેડલિંગના પ્રવેશદ્વારથી દૂર આવેલું છે.આમ પ્રતિષ્ઠિત સ્મારકને સંરચનાત્મક ક્ષતિથી બચવા માટે રેલવે લાઈન અને તેનાથી જોડાયેલા સ્ટેશનના ઊંડા ભૂમિગત બનાવાયા હતા.આમ જમીનથી 102 મીટર નીચે ઊંડુ અને 36000 વર્ગ મીટર કરતા વધુના ક્ષેત્રને કવર કરતા ત્રણ માળની સંરચનાને વિશ્વનું સૌથી ઊંડુ અને સૌથી મોટુ ભૂમિગત હાઈ-સ્પીડ રેલવે સ્ટેશન કહેવામાં આવે છે.