ભારતીય યાત્રાળુઓને કૈલાસ માનસરોવર માટે આકરા નિયમોનો સામનો કરવો પડશે.ત્યારે આ યાત્રા માટે ભારતીય નાગરિકોએ મુસાફરી માટે રૂ.1.85 લાખનો ખર્ચ કરવો પડશે.આ યાત્રા માટે યાત્રાળુઓએ વિઝા લેવા માટે વ્યક્તિગત રીતે હાજર રહેવુ પડશે.આ ઉપરાંત યાત્રિકોની ઓનલાઈન વિઝા અરજી સ્વિકારવામાં નહીં આવે તો ચીનના દૂતાવાસ જઈ વિઝા લેવા પડશે.જો યાત્રિકો તેની મદદ માટે નેપાળથી કોઈ કાર્યકર અથવા મદદગાર રાખશે તો રૂ.24 હજાર વધારાની ફી ચૂકવવી પડશે.આ ફીને ગ્રાસ ડેમેજિંગ ફી કહેવામાં આવે છે.વિઝા મેળવવા માટે યાત્રાળુઓએ શારીરિક રીતે હાજર રહેવું પડશે.આ યાત્રા માટે કાઠમંડુ અથવા અન્ય આધાર શિબિરમાં બાયોમેટ્રિક ઓળખ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.વિઝા મેળવવા માટે ઓછામાં ઓછા 5 લોકોનું ગ્રુપ હોવું જરૂરી છે તેમાંથી ચાર લોકોએ ફરજિયાતપણે વિઝા માટે જાતે પહોંચવું પડશે.એક કાર્યકરને તમારી સાથે રાખવા માટે 15 દિવસ માટે રૂ.13 હજાર મુસાફરીની ફી લેવામાં આવશે.આ સિવાય પ્રવાસનું સંચાલન કરતી નેપાળી કંપનીઓએ ચીનની સરકાર પાસે 60 હજાર ડોલર જમા કરાવવાના રહેશે.કૈલાસ માનસરોવર યાત્રા 3 અલગ-અલગ હાઈવેથી કરવામાં આવે છે.પ્રથમ લિપુલેખ પાસ,બીજો- નાથુપાસ અને ત્રીજો કાઠમંડુ પાસે કરવામાં આવે છે.આ ત્રણ રૂટ ઓછામાં ઓછા 14 અને વધુમાં વધુ 21 દિવસનો લાગે છે.
Error: Server configuration issue
Home / International / ચીને કૈલાશ માનસરોવર યાત્રાની ફીમાં વધારો કર્યો
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved