લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીને પાકિસ્તાનની નૌસેનાને ફ્રિગેટ પ્રકારના નવા યુધ્ધજહાજો આપ્યા

ચીને પાકિસ્તાનની નૌસેનાને વર્તમાનમાં ફ્રિગેટ પ્રકારના બે નવા યુધ્ધજહાજો આપ્યા છે.જેની પાકિસ્તાન દ્વારા શાંઘાઈમાં ડિલિવરી લેવામાં આવી હતી.પાકિસ્તાન પાસે આ પ્રકારના ચાર યુધ્ધજહાજો છે.જેમા જૂન 2018માં ચીન સાથે પાકિસ્તાને આ જહાજો ખરીદવાની ડીલ સાઈન કરી હતી.ત્યારે આ બંને જહાજોનુ ટીપુ સુલતાન અને શાહજહાં નામ રાખવામાં આવ્યુ છે.આમ ચીનની યાત્રા પર ગયેલા પાકિસ્તાની નૌસેનાના ચીફે કહ્યુ હતુ કે બંને દેશો વચ્ચે વિશ્વાસ,સન્માન અને પરસ્પર સહયોગનો નવો અધ્યાય શરૂ થયો છે.પાકિસ્તાન અને ચીન વચ્ચે વર્ષ 2016માં પાંચ અબજ ડોલરના શસ્ત્રો માટે કરાર થયા હતા.જે હેઠળ ચીન પાકિસ્તાનને 8 ડિઝલ સબમરિનો આપવાનુ છે.