દેશમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડવાની વચ્ચે અનેક રાજ્યોમાં શાળાઓ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે બાકીના રાજ્યોમાં પણ શાળાઓ ફરીથી ખોલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ દરમિયાન કેન્દ્ર સરકારે શાળાઓ ફરીથી ખોલવા અંગે મોટો ફેરફાર કર્યો છે.જેમાં કેન્દ્રે રાજ્ય સરકારોને જણાવ્યું છે કે તે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવા અંગે માતાપિતાની સંમતિ અંગે પોતાના સ્તરે નિર્ણય લે.આમ કેન્દ્રના નિર્દેશ પછી રાજ્યો પોતાની રીતે નિર્ણય લઇ શકશે.આ દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે જે જિલ્લાઓમાં કોરોનાનો પોઝિટિવ રેટ 5 ટકાથી ઓછો છે તે જિલ્લાઓમાં શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવી શકે છે.જોકે આ અંગે અંતિમ નિર્ણય રાજ્ય સરકારોએ લેવાનો છે.જે બાબતે શિક્ષણ મંત્રાલયના અધિકારીઓનાં જણાવ્યા અનુસાર 11 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણપણે ખોલી દેવામાં આવી છે,જ્યારે 16 રાજ્યોમાં હાયર કલાસ ખોલી દેવામાં આવ્યા છે અને 9 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણ બંધ છે.આમ તમામ રાજ્યોમાં 95 ટકા ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ વેક્સિનેટેડ થઇ ગયું છે. જેમાં નવી ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે એકવખત શાળાઓ શરૂ થઇ જશે પછી બ્રિજ કોર્સ પૂર્ણ થયા પછી જ ગ્રેડ આધારિત અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. આ દરમિયાન દેશમાં કોરોનાના નવા 1,72,433 કેસો સપાટી પર આવ્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved