લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોના બાદ કેન્દ્રીય શિક્ષણમંત્રીની તબિયત બગડતા એમ્સમાં ભરતી કરાયા

કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત ફરી બગડી છે.ત્યારે તેમને સારવાર માટે દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આમ તેઓ કોરોનાથી સ્વસ્થ થયા બાદ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.આમ રમેશ પોખરિયાલ નિશંક 21 એપ્રિલે કોરના પોઝિટિવ આવ્યા હતા.આમ દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 1,27,510 કેસ સામે આવ્યા હતા,જ્યારે 2795 લોકોનાં મોત નિપજ્યાં હતાં.