લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મોદી કેબીનેટનું વિસ્તરણ થશે,સાથી પક્ષોને સ્થાન અપાશે

દિલ્હીમાં કેન્દ્રીય કેબીનેટમાં ફેરફારની તૈયારીઓ આખરી તબકકામાં પહોંચી ગઈ છે.ત્યારે વર્ષ 2019 બાદ ભાજપ પ્રથમ વખત નાના પ્રાદેશિક સાથીપક્ષોના સાંસદોને પણ કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન આપવા જઈ રહ્યું છે.આમ છેલ્લા ચાર દીવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકોનો દૌર ચાલે છે.જેમાં એક તબકકે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ,ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સાથે મોદીએ બેઠક કર્યા બાદ રક્ષામંત્રી રાજનાથસિંહ, માર્ગવ્યવહાર મંત્રી નિતીન ગડકરી સાથે બેઠક કરી હતી.આમ આગામી વર્ષના પ્રારંભમાં ઉતરપ્રદેશ,પંજાબ,મણીપુર,ગોવામાં ચૂંટણી આવે છે.આ સિવાય વર્ષના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલની ચૂંટણી આવે છે.ત્યારે કેબિનેટમાં નવા નામો ચર્ચાય છે જેમાં મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી તથા શિવસેનાના પૂર્વ નેતા નારાયણ રાવે અને ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના પુત્રી તથા બીડના સાંસદ પ્રિતમ મુંડેનું નામ છે.આ કેબીનેટના મંત્રીઓના કામકાજની સમીક્ષા કરવામાં આવી હતી.ત્યારે કેટલા મંત્રીઓને પડતા મુકાશે તેના પર નજર છે.