નાણાંમંત્રી નિર્મલા સીતારમને વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરતાં કેટલીક મહત્વની જાહેરાતો કરી છે.જેમાં ખાસ કરીને બજેટમાં રેલવે માટે વિશેષ પેકેજની જાહેરાત કરાઇ.જેમાં તેમણે કહ્યું કે,રેલવે માટે રેકોર્ડ ૧,૧૦,૦૫૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.જેમાંથી ૨૦૨૧-૨૨માં મૂડી ખર્ચ માટે ૧,૦૭,૧૦૦ કરોડ રૂપિયા છે.આમ નિર્મલા સીતારમને કહ્યું કે,ડિસેમ્બર ૨૦૨૩ સુધી બ્રોડગેજ રેલ પાટાનું વિદ્યુતીકરણનું કામ પૂરી થઇ જશે.ભારતીય રેલવેએ વર્ષ ૨૦૩૦માં ભારત માટે એક રાષ્ટ્રીય રેલ યોજના તૈયાર કરી છે.આ યોજના ૨૦૩૦ સુધી ભવિષ્ય માટે રેલવે પ્રણાલી બનાવવાની છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમને આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ રજૂ કર્યું.આ પહેલાં કેન્દ્રીય મંત્રીમંડળે સોમવારે સામાન્ય બજેટ ૨૦૨૧-૨૨ને મંજૂરી આપી હતી.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અઘ્યક્ષતામાં સંસદભવન પરિસરમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક આયોજીત કરાઇ હતી,જેમાં બજેટને મંજૂરી અપાઇ હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved