બ્રાઝીલ જાપાનની જેમ જૈવિક ફૂકુશિમા મહામારીને સહન કરી રહ્યું છે.જેમાં દર સપ્તાહે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવી રહ્યો છે.ત્યારે બ્રાઝીલમાં મંગળવારે એક દિવસમાં મોતના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.જેમાં 4195 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.આમ દેશના પૂર્વોત્તર વિસ્તારમાં કોરોના વાયરસ સામે લડી રહેલી ટીમનું ફેબ્રુઆરી મહિના સુધી નેતૃત્વ કરનારા મિગુએલ નિકોલેસિસે કહ્યું હતું કે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈરે બોલસોનારો દેશના ઈતિહાસમાં સૌથી મોટી માનવીય મહામારી સામે ઝઝૂમી રહ્યા છે.તેમણે કહ્યું કે આ એક પરમાણુ રિએક્ટરની જેમ છે.જેમાં ચેન રિએક્શન શરૂ થઈ ગયું છે અને હવે તે નિયંત્રણ બહાર છે.આમ જો બ્રાઝીલમાં કોરોના વાયરસ પર કાબૂ કરવામા નહીં આવે તો આખી ધરતી પર તેને નિયંત્રિત કરવો કપરો બની જશે.
બ્રાઝીલમાં દર સપ્તાહે જે નવો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે જે પહેલાં કરતાં વધુ સંક્રમક અને ઘાતક હોય છે.ત્યારે દુનિયામાં વર્તમાન સમયમાં કેસની સંખ્યા 13,22,93,566 અને મૃતકોની સંખ્યા 28,71,642એ પહોંચી ગઈ છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved