દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર દરમિયાન ઘણા ફિલ્મી સ્ટાર્સ તેની ઝપેટમાં આવી ચૂક્યાં છે.ત્યારે તાજેતરમા બોલિવૂડ અભિનેત્રી કાજોલ સંક્રમિત થઇ હોવાનું સામે આવ્યું હતું.ત્યારબાદ હવે અભિનેત્રી શબાના આઝમી પણ કોવિડની ઝપેટમાં આવી ગઈ છે.આ સાથે જ શબાના આઝમીના ચાહકો પણ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.આમ તેમની આ પોસ્ટ પર અભિનેત્રી દિવ્યા દત્તા,ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા,બોની કપૂર,સબા અલીખાન,એકતા કપૂર,સોની રાઝદાન સહિતની હસ્તીઓએ તેમના સારા સ્વસ્થની શુભેચ્છા પાઠવી હતી.શબાના આઝમી ટૂંકસમયમાં કરણ જોહરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે.જેમા રણવીરસિંહ,આલિયા ભટ્ટ,ધર્મેન્દ્ર અને જયા બચ્ચન સાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળશે.આ સિવાય શબાના આઝમી પેરામાઉન્ટ પ્લસની સિરીઝ હાલમાં પણ જોવા મળશે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved