લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષિત ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરશે

કોરોના મહામારી દરમિયાન ડિજિટલ પ્લેટફોર્મની લોકપ્રિયતામાં વધારો થયો છે. બોલીવૂડના ટોચના દિગ્દર્શકો પણ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી ચુક્યા છે.ત્યારે હવે માધુરી દીક્ષિત પણ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાની છે.જે એક સસ્પેન્સ થ્રિલર સીરીઝ હોવાનું કહેવાય છે.માધુરી નેટફિલ્કસની સીરીઝ ધ ફેમ ગેમ સાથે ડિજિટલ ડેબ્યુ કરવાની છે. આ સીરીઝ આગામી 25 ફબુ્આરીના રોજ રજુ કરવામાં આવશે.જેમાં માધુરી બોલીવૂડ આઇકોન અનામિક આનંદના રોલમાં જોવા મળશે.ધ ફેમ ગેમ સીરીઝમાં માધુરી ઉપરાંત સંજય કપૂર,માનવ કૌલ,લક્ષવીર સરન,સુહાસિની મુલે અને મુસ્કાન જાફરી પણ કામ કરી રહ્યા છે.