બિહાર રાજ્યમાં ફરજ બજાવતી વખતે પોલીસ અધિકારીઓ અને જવાનો મોબાઈલ કે ટેબલેટનો બીનજરૂરી ઉપયોગ નહીં કરી શકે.જેમાં તેઓ પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.આમ પોલીસ હેડક્વાર્ટર તરફથી આ આદેશ આપવામા આવ્યો હતો.જેમાં બીનજરૂરી મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.આ આદેશના ઉલ્લંઘનને શિસ્તભંગ ગણીને કાર્યવાહી કરવામાં આવશે.આમ બિહાર પોલીસના અધિકારીઓ અને જવાનો ફરજ દરમિયાન મોબાઈલનો વધુપડતો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.જેના પગલે પોલીસ હેડક્વાર્ટરે આ પ્રકારનું પગલુ ભર્યુ છે.જેમાં તેઓનું કહેવુ છે કે આવા સંખ્યાબંધ કેસ સામે આવ્યા છે.જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનો ફરજ પર હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ સોશિયલ મીડિયા માટે અને મનોરંજન માટે કરે છે.આમ કરવાથી પોલીસ કર્મીઓનુ ધ્યાન બીજે દોરાય છે અને પોલીસની ઈમેજને ધક્કો પહોંચે છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved